✨ ગુજરાતનું ઓલ-ઇન-વન ડિજિટલ શાળા પ્લેટફોર્મ

શાળા વહીવટ અને શિક્ષણ કાર્યને બનાવો સરળ અને ઝડપી
Digital Shala સાથે

ગુજરાતની શાળાઓ અને શિક્ષકો માટે પરિણામ પત્રકો (A, B, C, F/G), સ્માર્ટ જી.આર., શાળા રોજમેળ, સમયપત્રક, આચાર્ય લોગબુક, PFMS ખાતા ડાયરી, શાળા SMS અને શૈક્ષણિક ટૂલ્સ — તમામ સોલ્યુશન્સ એક જ પ્લેટફોર્મ પર.

100% સુરક્ષિત & વિશ્વસનીય
સંપૂર્ણ શાળા વહીવટી સ્યુટ
સત્તાવાર સરકારી પરિરૂપ મુજબ
📢 તાજા સમાચાર & સૂચનાઓ

અગત્યની જાહેરાતો & અપડેટ્સ

ખાસ જાહેરાત 15-10-2026

FREE પરીક્ષા મેનેજમેન્ટ સુવિધા

શાળા આયોજન ફાઈલ, બ્લોક ફાળવણી અને વિદ્યાર્થી હોલ ટીકીટ અપડેટ થઇ ગયું છે. બહુ મહેનત કરેલ છે. ઉપયોગ કરજો.
⚡ We Provide Powerful Tools

અમે પૂરા પાડીએ છીએ આધુનિક ડિજિટલ ટૂલ્સ

શાળા અને શિક્ષકોના દૈનિક કાર્યો, પત્રકો અને વહીવટ માટે ઉપલબ્ધ સત્તાવાર મોડ્યુલ્સ.

શાળા પરિણામ પત્રક સિસ્ટમ
ગુણ એન્ટ્રી (Sem 1 & 2), પત્રક A, B, C, F/G વાર્ષિક પ્રગતિ પત્રક અને સત્તાવાર પ્રિન્ટ
સ્માર્ટ જી.આર. રજિસ્ટર
વિદ્યાર્થી GR, ઓટો LC પ્રિન્ટ અને બોનાફાઈડ સર્ટિફિકેટ
શાળા રોજમેળ સોફ્ટવેર
દૈનિક આવક-જાવક, રોકડ સિલક & ઓડિટ રિપોર્ટ્સ
સમયપત્રક સોફ્ટવેર
વર્ગવાર & શિક્ષકવાર સ્માર્ટ ક્લેશ-ફ્રી ટાઈમટેબલ
આચાર્ય લોગબુક
દૈનિક સુપરવિઝન ડાયરી & ઓનલાઇન નિરીક્ષણ નોંધ
PFMS ખાતા ડાયરી
SMC ગ્રાન્ટ, ZBA ખર્ચ વ્યવસ્થાપન & પરિપત્રો
શાળા SMS એપ
વાલીઓને પરિણામ, હાજરી & શાળા સૂચના SMS
બચત બેંક & લાયબ્રેરી
બાળ સંચય બચત બેંક & પુસ્તક વિતરણ રજિસ્ટર
મફત શૈક્ષણિક ટૂલ્સ અને કેલ્ક્યુલેટર્સ (Free Tools)
ઉંમર કેલ્ક્યુલેટર (RTE & પ્રવેશ વય) શિક્ષક મોંઘવારી (DA) કેલ્ક્યુલેટર વિદ્યાર્થી આઈ-કાર્ડ ટૂલ 100% મફત
📖 વપરાશકર્તા માર્ગદર્શિકા (User Guides)

પ્લેટફોર્મનો ઉપયોગ કેવી રીતે કરવો?

શાળા નોંધણી, લોગિન, પાસવર્ડ રીસેટ અને પત્રકો બનાવવાની સંપૂર્ણ પ્રક્રિયા - સરળ ગુજરાતી અને સ્ક્રીનશોટ સાથે.

૧

નવી શાળા નોંધણી પ્રક્રિયા (School Registration / Sign Up)

પ્રથમ વખત વેબસાઇટ પર આવતા તમામ આચાર્યશ્રીઓ અને શિક્ષકશ્રીઓ માટે ૧ મિનિટમાં ખાતું બનાવવાની રીત

૧

નોંધણી પેજ ખોલો (Open Register Page)

વેબસાઇટના ઉપરના મેનૂમાં આપેલ લીલા રંગના શાળા નોંધણી (Register) બટન પર ક્લિક કરો અથવા બ્રાઉઝરમાં register.php ખોલો.

૨

શાળાની સાચી વિગતો દાખલ કરો

ફોર્મમાં નીચે મુજબની માહિતી કાળજીપૂર્વક ભરો:

  • શાળાનું પૂરું નામ ફરજિયાત: શાળાનું સત્તાવાર ગુજરાતી નામ (દા.ત. શ્રી પ્રાથમિક શાળા લીંબડી).
  • U-DISE કોડ ૧૧ અંક: શાળાનો સત્તાવાર ૧૧ અંકનો યુ-ડાયસ કોડ.
  • મોબાઇલ નંબર ૧૦ અંક: આચાર્ય અથવા શાળાનો ૧૦ અંકનો ચાલુ મોબાઈલ નંબર (આ જ નંબર લોગિન ID બનશે).
  • શાળા ઇમેઇલ: માન્ય ઇમેઇલ આઇડી (પાસવર્ડ ભૂલી ગયા હોવ ત્યારે ઉપયોગી થશે).
  • સુરક્ષિત પાસવર્ડ ૮+ અક્ષર: ઓછામાં ઓછા ૮ અક્ષર, જેમાં અંગ્રેજી અક્ષરો અને નંબર બંને હોવા ફરજિયાત છે (દા.ત. School@2026).
૩

નિયમો સ્વીકારો અને "શાળા ખાતું બનાવો" દબાવો

"હું નિયમો અને શરતો તથા પ્રાઇવસી પોલિસી સ્વીકારું છું" ચેકબોક્સ ટીક કરીને લીલા રંગના સબમિટ બટન પર ક્લિક કરો.

૪

તમારું ખાતું તરત સક્રિય (Instant Activation)

બટન દબાવતાં જ તમારી શાળાનું ખાતું બની જશે અને તમે આપમેળે સીધા **મુખ્ય ડેશબોર્ડ (Dashboard)** પર પહોંચી જશો!

નોંધ: એક મોબાઇલ નંબર પર એક જ શાળા રજીસ્ટર થઈ શકે છે. જો શાળા પહેલેથી નોંધાયેલી હોય, તો ફરી રજીસ્ટર કરવાને બદલે સીધા Login કરો.
https://digitalshala.net/register.php
સત્તાવાર સ્ક્રીનશૉટ
નવી શાળા નોંધણી ફોર્મ સ્ક્રીનશૉટ
મોટું જુઓ (Click to Zoom)
૨

શાળા પ્રવેશ પ્રક્રિયા (School Sign In / Login)

રજીસ્ટર્ડ મોબાઇલ નંબર અથવા ઇમેઇલ વડે શાળા ખાતામાં સુરક્ષિત પ્રવેશ મેળવવાની રીત

૧

Login પેજ ખોલો (Open Login Page)

મુખ્ય પેજ પર આપેલ કાળા રંગના Login બટન પર ક્લિક કરો અથવા બ્રાઉઝરમાં login.php ખોલો.

૨

મોબાઇલ નંબર અથવા ઇમેઇલ દાખલ કરો

નોંધણી વખતે દાખલ કરેલો તમારો **૧૦ અંકનો મોબાઇલ નંબર** અથવા શાળાનું **ઇમેઇલ એડ્રેસ** લખો.

૩

તમારો સુરક્ષિત પાસવર્ડ લખો

શાળા નોંધણી વખતે સેટ કરેલો પાસવર્ડ દાખલ કરો. પાસવર્ડ ચકાસવા માટે આંખના આઇકોન (👁️) પર ક્લિક કરી શકો છો.

૪

"પાસવર્ડ યાદ રાખો" (Remember Me) નો ઉપયોગ

જો તમે શાળાના કમ્પ્યુટર કે પોતાના વ્યક્તિગત ફોન પર કામ કરતા હોવ, તો "યાદ રાખો" ચેકબોક્સ ટીક કરો જેથી વારંવાર પાસવર્ડ નાખવો ન પડે.

૫

"શાળા પ્રવેશ (Login કરો)" બટન દબાવો

બટન દબાવતાં જ તમારું શાળા ડેશબોર્ડ ખુલી જશે જ્યાંથી તમે તમામ પરિણામ પત્રકો અને વહીવટી ટૂલ્સ વાપરી શકશો.

સુરક્ષા ટીપ: જો તમે સાયબર કાફે અથવા જાહેર કમ્પ્યુટર પર કામ કરતા હોવ, તો કામ પૂરું થયા પછી હંમેશા ઉપર જમણી બાજુથી Logout કરવું.
https://digitalshala.net/login.php
સુરક્ષિત પ્રવેશ
શાળા લોગિન સ્ક્રીન સ્ક્રીનશૉટ
મોટું જુઓ (Click to Zoom)
૩

પાસવર્ડ ભૂલી ગયા હોવ ત્યારે પુનઃપ્રાપ્તિ (Password Reset)

જો પાસવર્ડ યાદ ન હોય તો સરળતાથી નવો પાસવર્ડ બનાવવા અથવા ખાતું પુનઃપ્રાપ્ત કરવાની રીત

લોગિન પેજ પર પાસવર્ડ ફીલ્ડની નીચે આપેલી વાદળી લિંક "પાસવર્ડ ભૂલી ગયા છો?" પર ક્લિક કરો. તમારી સામે રીસેટ વિન્ડો ખુલશે:

૧

પદ્ધતિ ૧: શાળા ઇમેઇલ લિંક (Email Reset Link)

તમારી શાળાનો રજીસ્ટર્ડ ઇમેઇલ દાખલ કરી "રીસેટ લિંક મોકલો" બટન દબાવો. તમારા ઇમેઇલ પર ૧-ક્લિક પાસવર્ડ રીસેટ લિંક મળશે, જેના પર ક્લિક કરી નવો પાસવર્ડ બનાવી શકાય છે.

૨

પદ્ધતિ ૨: ઇમરજન્સી વેરિફિકેશન (UDISE + Phone Fallback)

જો શાળાના ઇમેઇલનો પાસવર્ડ યાદ ન હોય, તો તમારી શાળાનો **U-DISE કોડ + મોબાઇલ નંબર + ઇમેઇલ** ત્રણેય દાખલ કરીને સીધો જ નવો પાસવર્ડ સેટ કરી શકાય છે.

૩

પદ્ધતિ ૩: સીધો WhatsApp હેલ્પલાઇન સપોર્ટ

જો કોઈ કારણસર ઓનલાઇન પાસવર્ડ રીસેટ ન થઈ શકે, તો સીધો 9016305029 પર શાળાના લેટરપેડ અથવા વિગતો સાથે WhatsApp મેસેજ કરો. એડમિન ટીમ ૧૦ મિનિટમાં પાસવર્ડ રીસેટ કરી આપશે.

https://digitalshala.net/login.php?forgot
પાસવર્ડ પુનઃપ્રાપ્તિ
પાસવર્ડ રીસેટ મોડલ સ્ક્રીનશૉટ
મોટું જુઓ (Click to Zoom)
૧૫+ સત્તાવાર સ્ક્રીનશૉટ્સ સાથે વિસ્તૃત માર્ગદર્શિકા

ડેશબોર્ડ, Excel આયાત (બંને રીત) અને વિદ્યાર્થી યાદીના તમામ ૭ બટનોની ગાઈડ

SSA ગુજરાત ડાયરેક્ટ ઈમ્પોર્ટ, લાઈવ ઓટો ગુજરાતી ટ્રાન્સલેશન, બલ્ક નેમ એડિટર, બલ્ક ફોટો અપલોડર અને નવો વિદ્યાર્થી ફોર્મની સંપૂર્ણ સચિત્ર માર્ગદર્શિકા ઉપલબ્ધ છે.

સંપૂર્ણ PDF ડાઉનલોડ (PDF Guide) સંપૂર્ણ યુઝર ગાઈડ ખોલો
સત્તાવાર પોર્ટલ સ્ક્રીનશૉટ પ્રીવ્યૂ
ESC / બહાર ક્લિક કરી બંધ કરો
ઝૂમ કરેલ સ્ક્રીનશૉટ